નવી દિલ્હી: પરીક્ષા ટાળવાને લઈને 6 રાજ્યો તરફથી દાખલ કરાયેલી રિવ્યૂ પિટીશનને સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે JEE અને NEETની પરીક્ષાઓ ટળશે નહીં.
ગાંધીનગરથી ભણેલા મહિલા IPSને PM મોદીનો સવાલ, ટેક્સટાઈલ અને ટેરર...કેવી રીતે ગુજારો કરશો?
વાત જાણે એમ છે કે ભાજપરહિતના શાસનવાળા છ રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ NEET-UG અને JEE (મેઈન) પરીક્ષાને ટાળવા માટે રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી. જેમાં કોર્ટે 17મી ઓગસ્ટે આપેલા આદેશ પર પુર્નવિચાર કરવાની માગણી કરાઈ હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.
LAC પર આર્મી ચીફ નરવણેએ કરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા, આપ્યું મોટું નિવેદન
Supreme Court refuses to entertain the review petition filed by ministers of six states, seeking review of the court's August 17 order to conduct NEET-UG and JEE (Mains) examinations. pic.twitter.com/3kKLm5VX3n
— ANI (@ANI) September 4, 2020
રિવ્યૂ પિટીશનને જે છ રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ દાખલ કરી હતી તેમાં પશ્ચિમ બંગાળના મલય ઘટક, ઝારખંડના રામેશ્વર ઓરાંવ, રાજસ્થાનના રઘુ શર્મા, છત્તીસગઢના અમરજીત ભગત, પંજાબના બી એસ સિદ્ધુ અને મહારાષ્ટ્રના ઉદય રવિન્દ્ર સાવંત સામેલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે